Lia ને મળો
કારકિર્દીના આગલા પગલામાં તમને શું જોઈએ છે તે તેને જણાવો
ભલામણો મેળવો
તમે જણાવેલી પસંદગીઓ અનુસાર તે તમને તકો મોકલશે
સીધો પરિચય મેળવો
તે ટોચની ટેક કંપનીઓમાં નિર્ણય લેનારાઓ સાથે તમારો સીધો પરિચય કરાવશે
અમારા સીઈઓને સાંભળો
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું આ મારા માટે છે?
તમે અમેરિકાના ટેક ઉદ્યોગમાં હો, તો તમારા અનુભવના વર્ષો ગમે તેટલાં હોય, આ તમારા માટે છે. Lia ખાસ કરીને કોર્પોરેટ નોકરીઓ પર ધ્યાન આપે છે - એન્જિનિયરિંગ, પ્રોડક્ટ, સેલ્સ, માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર, ડિઝાઇન, કાનૂની ક્ષેત્ર વગેરે.
આ કેવી રીતે કામ કરે છે?
તમે સાઇન અપ કરો પછી Lia તમારી પસંદગી મુજબની નોકરીઓ શોધીને તમને ઈમેલથી મોકલવાનું શરૂ કરે છે. તેના ઈમેલમાં તમને બે બટન દેખાશે: હા અને ના. હા પર ક્લિક કરો જેથી Lia એ નોકરી માટે નિર્ણય લેનાર વ્યક્તિ સાથે વાત કરીને તમારી બંને વચ્ચે વાતચીત ગોઠવવાનો પ્રયાસ કરી શકે. અથવા ના પર ક્લિક કરીને પ્રતિસાદ આપો – અન્ય લોકોની જેમ Lia પણ પ્રતિસાદમાંથી શીખે છે અને આગલી વખતે વધુ સારી ભલામણ શોધવા તેનો ઉપયોગ કરે છે.
તમે તમારા પોર્ટલમાં Lia ના સંપર્કોમાંથી બધી નોકરીઓ જોઈ શકો છો અને નિર્ણય લેનારાઓને તમારી ભલામણ કરવા તેને કહી શકો છો. Lia તરત જ તપાસશે કે તમે નોકરીની જરૂરિયાતો પૂરી કરો છો કે નહીં અને તે તમારી ભલામણ કરશે કે નહીં તે જણાવશે – અન્ય લોકોની જેમ Lia પણ પોતાના સંપર્કો સાથેનો વિશ્વાસ વેડફવા માંગતી નથી.
કેટલો ખર્ચ થાય?
Lia નો ઉપયોગ મફત છે અને તે કરાવેલા પરિચયથી તમને નવી નોકરી મળે અને તમે તે શરૂ કરો તો જ ફી ચૂકવવાની રહે છે. આ સ્થિતિમાં ફી તમારા પ્રથમ મહિનાના કર પહેલાંના મૂળ પગારના 20% છે, જે પહેલો પગાર મળે ત્યારે ચૂકવવાની રહે છે. નોકરી નહીં, તો ફી નહીં.
શું Lia મારા વતી અરજી કરશે?
ના, સેંકડો અરજીઓ મોકલવાને બદલે Lia નિર્ણય લેનાર થોડીક વ્યક્તિઓ સાથે વાત કરશે. આમ પણ ઑનલાઇન અરજીથી કામ બનતું નથી, એટલે તે એ પગલું છોડીને તમારી મનપસંદ નોકરી અપાવી શકે એવા લોકો સાથે સીધી વાત કરશે.
Lia ને કેવી રીતે શીખવવું?
Lia તમારા વતી તકો શોધવા સાઇન અપ વખતે આપેલી માહિતી અને તમારા પ્રતિસાદનો ઉપયોગ કરે છે. પોર્ટલમાં તમારી સાઇન અપની માહિતી અને પ્રતિસાદ બદલો, જેથી Lia નવી ભલામણો માટે અપડેટ કરેલી માહિતી વાપરે.
Refer એઆઈનો ઉપયોગ કેવી રીતે કરે છે?
Lia એક એઆઈ એજન્ટ છે. વધુ ચોકસાઈ અને ઝડપ મેળવવા તેમજ ખર્ચ ઘટાડવા તે મોટા ભાગની ડેટા પ્રક્રિયા, શોધ અને ભલામણો માટે એઆઈનો ઉપયોગ કરે છે. આથી તે અંગત કારકિર્દી એજન્ટની સેવા મેળવવી સરળ અને સૌ માટે સુલભ બનાવે છે – જે સામાન્ય રીતે ફક્ત ખેલાડીઓ અને સેલિબ્રિટીઓને મળે છે.
શું લોકો પણ આમાં સામેલ છે?
Refer તેની પ્રક્રિયાઓમાં એઆઈ વાપરે છે, પણ તેની માનવીય ટીમ ટોચની ટેક કંપનીઓમાં નિર્ણય લેનારાઓ સાથે સંબંધો બનાવવા અને જાળવવા સખત મહેનત કરે છે અને તમારા વતી સંપર્કો કેળવે છે.
બીજાને બદલે Refer શા માટે?
કેમ નહીં? Referની સેવા મફતમાં શરૂ થાય છે અને તેના દ્વારા નોકરી મળે તો જ તમે ફી ચૂકવો છો, એટલે નોકરીની શોધમાં Referને સામેલ કરવામાં કોઈ નુકસાન નથી. Refer તમારા સાથી તરીકે સક્રિયપણે તકો શોધે છે, નોકરીઓ તપાસે છે અને તમારા વતી સંપર્કો કેળવે છે. Referને લાગે છે કે તમને સુખદ આશ્ચર્ય થશે ;)
શું મારી માહિતી ગોપનીય છે?
હા, તમારી સાઇન અપની માહિતી ગોપનીય રાખવામાં આવે છે. પરિચય કરાવવામાં સરળતા રહે તે માટે Lia ફક્ત ભાગીદાર કંપનીઓમાં નિર્ણય લેનારાઓ સાથે જ તમારી LinkedIn પ્રોફાઇલ અને રિઝ્યુમે શેર કરે છે.
શું મારે કોઈ બંધન છે?
ના, Refer માત્ર એટલું કહે છે કે Lia ઈમેલથી મોકલે તે તકો પર તમે હા કે ના ક્લિક કરો અને તમે ગમે ત્યારે નોંધણી રદ કરી શકો છો.